Connect Gujarat
વડોદરા 

કરજણ : સાંસદ મનસુખ વસાવાએ ગુમાવ્યો પિત્તો, મામલતદારને છુટી ગયો પરસેવો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ઉગ્ર સ્વભાવનો પરચો કરજણના મામલતદારને મળી ગયો છે.

X

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ઉગ્ર સ્વભાવનો પરચો કરજણના મામલતદારને મળી ગયો છે. નારેશ્વર રોડ પર દોડતા ઓવર લોડ ડમ્પરોના મામલે સાંસદે મામલતદારને જાહેરમાં જ તતડાવી નાંખ્યા.

કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં અનેક રેતીની લીઝો આવેલી છે. રેતી માફિયાઓ દીવસ- રાત રેતીનું ખનન કરી રહયાં છે તેમજ રોજના હજારો ડમ્પરો ઓવરલોડ રેતી ભરીને લીઝોમાંથી રાજયના વિવિધ શહેરોમાં જઇ રહયાં છે. પાલેજથી નારેશ્વર જતાં રોડ પર તમને રેતીના મોટા મોટા ડુંગરો જોવા મળી જશે. બે દિવસ પહેલાં માલોદ ગામ નજીક ડમ્પરની ટકકરે ભરૂચના ઝનોર ખાતે રહેતાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં હતાં. અકસ્માતની ઘટના બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, કરજણના પુર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા તથા અન્ય આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી. આ સમયે કરજણના મામલતદાર તથા અન્ય અધિકારીઓ પણ હાજર હતાં. રેતી માફીયાઓની વધેલી દાદાગીરી સામે મનસુખ વસાવાએ જાહેરમાં રોષ વ્યકત કર્યો હતો અને રેતી માફીયાઓ સામે લાચાર બની ગયેલાં મામલતદાર સહિતના અધિકારીઓને જાહેરમાં તતડાવી નાંખ્યા હતાં. આવો જોઇએ શું કહયું સાંસદ મનસુખ વસાવાએ..

Next Story