-
ઉત્તરાયણ એટલે આકાશી પેચ લડાવી યુદ્ધ જીતવાનો પર્વ
-
ચરખાના જમાનામાં હાથથી દોરી સૂતવાની પદ્ધતિ મૃતપાય
-
શહેરમાં વર્ષો પુરાણી પદ્ધતિથી માંજો પીવડાવવામાં આવ્યો
-
હાથથી દોરી સૂતવાની કળાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું
-
લોકો ધારદાર માંજો ખરીદીને આકાશી પેચ માટે તૈયાર થયા
હવે, ઉત્તરાયણ પર્વ વેળા આજના ચરખાના જમાનામાં હાથથી દોરી સૂતવાની પદ્ધતિ લગભગ મૃતપાય થઇ ગઈ છે, ત્યારે વડોદરા શહેરમાં વર્ષો પુરાણી પદ્ધતિથી માંજો પીવડાવવામાં આવી રહ્યો છે, જ્યાં હાથથી દોરી સૂતવાની કળાએ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે.
ઉત્તરાયણ પર્વ એટલે પતંગની સાથે સાથે ધારદાર માંજાથી આકાશી પેચ લડાવી યુદ્ધ જીતવાનો પર્વ. ઉત્તરાયણ પર્વ નજીકમાં છે, ત્યારે લોકો પતંગની સાથે સાથે ધારદાર માંજો પણ ખરીદીને આકાશી પેચ માટે તૈયાર થઇ રહ્યા છે. આકાશમાં પોતાનો પતંગ હંમેશા ચગતો જ રહે તે માટે પતંગસરીયાઓ હાલથી જ સજ્જ થઇ ગયા છે. વડોદરામાં હાલમાં હાથથી માંજો સૂતવાની કળા લોકોમાં આકર્ષણ જમાવી રહી છે.
ચામડાના ઉપયોગથી દોરીને લાકડાના 2 છેડે બાંધીને હાથથી સૂતવામાં આવી રહી છે. હાલમાં મોટરના ચરખાથી દોરી સૂતવામાં આવે છે, પણ આ પદ્ધતિ વર્ષો જૂની છે, ત્યારે વડોદરાના પતંગ રસિયાઓ આ માંજો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે, આ માંજો સૂતતા કલાકાર પણ પોતાના કારીગરો સાથે હાલ વ્યસ્ત જોવા મળી રહ્યા છે.