હુમલાના “LIVE” વિડિયો : વડોદરાના મકરપુરામાં 5 લોકોએ યુવાનને ઘેરી લાકડીના ફટકા માર્યા…

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી બકરો લઇ પસાર થઇ રહેલા યુવાનને સામાન્ય બાબતમાં 5 જેટલા લોકોએ જાહેરમાં લાકડીના ફટકા માર્યા હતા

New Update
હુમલાના “LIVE” વિડિયો : વડોદરાના મકરપુરામાં 5 લોકોએ યુવાનને ઘેરી લાકડીના ફટકા માર્યા…

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી બકરો લઇ પસાર થઇ રહેલા યુવાનને સામાન્ય બાબતમાં 5 જેટલા લોકોએ જાહેરમાં લાકડીના ફટકા માર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં મરાઠીની ચાલીમાં રહેતો 23 વર્ષિય સમીર પઠાણ તેનો બકરો લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી દ્વિચક્રી વાહન પર પસાર થઈ રહેલા પશુપાલકને વાહન ધીમે ચલાવવા જણાવ્યા બાદ થયેલી તકરારએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બાઇક સવાર યુવાને ઝઘડા અંગેની જાણ તેના મિત્રોને કરતાં 5 જેટલા યુવાનો 2 ગાડીમાં મારક હથિયારો સાથે આવી પહોંચ્યા હતા, અને સમીર પઠાણને ઘેરીને લાકડીના ફટકા માર્યા હતા. સામાન્ય બાબતમાં હુમલાખોરોનો ભોગ બનેલા સમીર પઠાણના હુમલામાં ત્રણ દાંત પણ તૂટી ગયા હતા. હુમલામાં ઇજા પામેલા સમીરે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. મકરપુરા વિસ્તારમાં જાહેર રોડ ઉપર બનેલા આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. અલબત્ત આ ઘટનાનો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. જોકે, પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. આખરે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories