Connect Gujarat
શિક્ષણ

"LRD પરીક્ષા" : વડોદરાના 104 કેન્દ્રો પર 34,524 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા...

આજે 104 જેટલા કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાય હતી, ત્યારે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

X

વડોદરા શહેરમાં આજે 104 જેટલા કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાય હતી, ત્યારે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં પણ LRD જવાનોની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે આજે વડોદરા શહેરના 104 જેટલા કેન્દ્રના 1151 બ્લોકમાં કુલ 34,524 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા હતા. જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પરીક્ષા સમિતિના પ્રમુખ અભય સોની, ભરૂચ જિલ્લાના એસપી લીના પાટીલ અને જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાની અધ્યક્ષતામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર હથિયારધારી પોલીસના બંદોબસ્ત સાથે પરીક્ષાના પેપર મોકલવામાં આવ્યા હતા.

તમામ પરીક્ષા કેન્દ્રો પર પીઆઇ, પીએસઆઇ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તદુપરાંત તમામ પરીક્ષાર્થીઓની બાયોમેટ્રીક પધ્ધતિથી હાજરી પુરવામાં આવી હતી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી, ત્યારબાદ પરિક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે, પેપર લીક કૌભાંડ બાદ યોજાયેલ LRDની પરીક્ષા આપવા માટે આવનાર પરિક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Next Story