મધુ શ્રીવાસ્તવનો લલકાર; બધા માટે "નો રિપીટ થિયરી" આવશે મારા માટે નહીં

રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકારણ ગરમાયું છે. ગઈ કાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી મહેસાણાથી લડવાની જાહેરાત કરી હતી

New Update

રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકારણ ગરમાયું છે. ગઈ કાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી મહેસાણાથી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભાજપના વધુ એક ધારાસભ્યે પણ ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

મહત્વનુ છે કે, ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં 'નો રિપીટ થિયરી' અપનાવી છે. તેમજ તમામ મંત્રીઓને દૂર કરીને નવા મંત્રીઓની પસંદગી કરી છે. ત્યારે નો રિપીટ થિયરીને લઈને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ નિવેદન આપ્યું છે.

વાધોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, હું વાધોડીયાથી જ ચુંટણી લડવાનો છું. હું ચુંટણી લડીશ અને જીતીશ. નો રીપીટ થિયરી બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં. છ વખતથી ધારાસભ્ય છું, સાતમી વખત પણ હું ચુંટણી લડીશ. હજુ તો હું જુવાન છું, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું. હું 25 હજાર વોટથી જીતીશ, મને કોઈ નહિ હટાવી શકે કે હરાવી શકે.

ગઈ કાલે નીતિન પટેલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ.તેમણે જણાવ્યું હતું કે, હું 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય છું. લોકો હોદ્દાને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે. મેં નિષ્ઠા પૂર્વક કામગીરી કરી છે. હું 20 વર્ષ મંત્રી રહ્યો, વિધાનસભામાં પણ સક્રિય રહ્યો.

તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાતી લડીશ. આત્મારામ પટેલ માટે મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી. મેં કોઈ દિવસ સત્તા માટે વલખા નથી માર્યા, ખુશામત નથી કરી. ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનાવાની તક મળી. મેં 10 મહત્વાના વિભાગો સંભાળ્યા. હું ક્યારે સત્તાના પાછળ ફર્યો નથી.

#challenge #Madhu Srivastava #BJPGujarat #No Repeat Theory #Gujarat #Everyone
Here are a few more articles:
Read the Next Article