Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ

પોલીસને આરોપી પાસેથી રૂ. 20.73 લાખના અલગ અલગ સોના-ચાંદીના ઘરેણા મળી આવ્યા

X

ગોત્રી વિસ્તાર સ્થિત ઇસ્કોન મંદિરમાં થયેલ ચોરીનો મામલો

પોલીસે ચોરીનો ભેદ પોલીસે ઉકેલી આરોપીની કરી ધરપકડ

રૂ. 20.73 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી

અગાઉ આરોપી પ્રખ્યાત મંદિરોમાં ચોરીના ગુનામાં ઝડપાયો

પોલીસે આરોપીની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી કરી


વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર સ્થિત ઇસ્કોન મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. રૂ. 20.73 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર સ્થિત ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી રૂ. 1.50 લાખના ભગવાનના આભૂષણોની ચોરી થઇ હતી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વિવિધ ટીમો દ્વારા આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

જોકે, આરોપી એક ટ્રાવેલ્સમાં મુદ્દામાલ સાથે નાગપુર તરફ ભાગ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી, ત્યારે પોલીસે નાગપુરથી ઓરિસ્સાના આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમા દાસને દબોચી લીધો હતો. પોલીસને આરોપી પાસેથી રૂ. 20.73 લાખના અલગ અલગ સોના-ચાંદીના ઘરેણા મળી આવ્યા હતા.

આરોપી સામે નાગપુરના તહેસીલ, ગણેશપીઠ-2, ગોવા નોર્થ સહિત 6 પોલીસ મથકમાં કુલ 4 ગુના નોંધાયા છે. એટલું જ નહીં, આરોપી કર્ણાટકના મુડબીદરી, આંધ્રપ્રદેશના કાકુલમના પ્રખ્યાત મંદિરોમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. આ આરોપી જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યાં મંદિરમાં રેકી કરી રાત્રીના સમયે સોના-ચાંદીના દાગીના તથા મુર્તિઓની ચોરી કરતો હતો.

Next Story