વડોદરા:-દેવપોઢી અગિયારસ નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.

New Update
ડોદરાના રાજ માર્ગો પર દેવપોઢી અગિયારસ નિમિત્તે પરંપરાગત 215મી શ્રી વિઠ્ઠલનાથજી ની ભક્તિમય શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં ભક્તો ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આજે દેવપોઢી અગિયારસ નિમિત્તે દર વર્ષે પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.આ વખતે ઈંગ્લેન્ડમાં બનાવવામાં આવેલા સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળતા ભક્તો ભગવાનના દર્શન કરીને ભાવુક બન્યા હતા.
મંદિર પ્રશાસન દ્વારા ભગવાનની મંગળા આરતી સવારે 3 વાગ્યે,શણગાર આરતી 6:00 કલાકે અને રાજભોગ આરતી સાત કલાકે કરવામાં આવી હતી.તેમજ 07:00 થી 8:30 ચરણસ્પર્શ તેમજ ચાંદલા વિધિ ભક્તોને કરવા દેવામાં આવી હતી.અને ત્યારબાદ 9 વાગે શ્રી વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરવામાં આવી હતી.અને આ શોભાયાત્રા શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા બાદ  હરીહર ભેટની વિધિ પછી થશે ત્યાંથી નિજ મંદિર પરત ફરી હતી.
આજે દેવપોઢી અગિયારસના દિવસે મોહરમ તાજીયાનો પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા,ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ,વડોદરા કોંગ્રેસ સમિતિ શહેર અધ્યક્ષ ઋત્વિક જોશી, તેમજ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
#દેવપોઢી અગિયારસ #Vadodara #શોભાયાત્રા #શ્રી વિઠ્ઠલનાથજી
Here are a few more articles:
Read the Next Article