-
સાંકરદા ગામ નજીકથી પસાર થતાં હાઇવે માર્ગ પરની ઘટના
-
દીપક નાઈટ્રેટ કંપનીના એમોનિયા ભરેલ ટેન્કરનો અકસ્માત
-
ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી
-
પાલિકાના 7થી 8 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા
-
કલાકોની જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવવામાં સફળતા
વડોદરા હાઇવે પર સાંકરદા ગામ નજીકથી પસાર થતાં દીપક નાઈટ્રેટ કંપનીના એમોનિયા ભરેલ ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર સાકરદા ગામ નજીક દીપક નાઈટ્રેટ કંપનીના એમોનિયા ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો, ત્યારે ટેન્કરનું ઢાંકણ ખૂલી જતાં તેમાથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવવાની શરૂઆત થઈ હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી હતી.
બનાવની જાણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની ફાયર બ્રિગેડને થતા તેઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી. પરંતુ વધુ ફાયર બ્રિગેડની જરૂરિયાત જણાતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, ત્યારે વડોદરા પાલિકાના 7થી 8 જેટલા ફાયર ટેન્ડરો સાથે દોડી આવેલા ફાયરકર્મીઓએ એમોનિયા ગેસ લીકેજને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
જવાનોએ પોતાના સ્વબચાવમાં મોઢા પર માસ્ક લગાવ્યા અને ઓક્સિજનના બોટલો સાથે રાખ્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ એમોનિયા ગેસ લીકેજ પર કાબૂ મેળવવામાં તેઓને સફળતા મળી હતી.