પ્રધાનમંત્રી મોદીએ વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને નૂતન વર્ષના અભિનંદન પાઠવતો પત્ર લખ્યો

.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીની વ્યસ્તતાઓ વચ્ચે દિયાની કલાસુઝ અને કુશળતાને યાદ રાખીને પહેલી નવેમ્બર, ૨૦૨૪ના રોજ દિયાના ઘર ના સરનામે સિંહની રાષ્ટ્રમુદ્રાથી અંકિત શુભેચ્છા પત્ર પાઠવ્યો

New Update
Painter Diya
વડોદરાની દિવ્યાંગ  ચિત્રકાર દિયા ગોસાઈ માટે આ વર્ષની દિવાળી આજીવન યાદગાર બની ગઈ છે. દિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. દિયાએ વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન સાન્ચેઝની વડોદરા મુલાકાત વખતે તેઓને ચિત્રો અર્પણ કર્યા હતા.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ વડોદરા પધારી રહ્યા છે.એવું જાણીને એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતી દિવ્યાંગ છાત્રાએ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝની છબીઓ દોરીને અને સુંદર ફ્રેમમાં મઢાવી રોડ શો પસાર થવાનો હતો ત્યાં સ્થાન લઈ લીધું હતું.
Advertisment
બંને પ્રધાનમંત્રીઓએ જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા,ત્યારે નરેન્દ્ર મોદીની નજર ચિત્રો સાથે વ્હીલ ચેરમાં બેસેલી દિયા પર પડી.એમણે કાફલો થોભાવ્યો.સ્પેનના પ્રધાનમંત્રીને સાથે લઈ વાહનમાંથી નીચે ઉતરી દિયા પાસે આવ્યા,એની પાસેથી ચિત્રોની ભેટ સ્વીકારી અને એની કળા નિપુણતાની દિલથી પ્રશંસા કરી.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીની વ્યસ્તતાઓ વચ્ચે દિયાની કલાસુઝ અને કુશળતાને યાદ રાખીને પહેલી નવેમ્બર, ૨૦૨૪ના રોજ દિયાના ઘર ના સરનામે સિંહની રાષ્ટ્રમુદ્રાથી અંકિત શુભેચ્છા પત્ર પાઠવ્યો.
PM Modi Write Latter
દિયા અને પરિવારને પહેલીવાર આવો પત્ર મળ્યો હતો.પત્રમાં તેમણે દિયાએ આપેલી મનોહર ચિત્રભેટને અવર્ણનીય આનંદ આપનારી ગણાવી છે.સ્પેનના રાષ્ટ્રપતિ ચિત્રભેટ થી ખૂબ ખુશ થયા એનો ઉલ્લેખ કર્યો છે. દિયાએ આ ચિત્ર નથી દોર્યું પરંતુ સ્પેનના લોકો માટે આપણા દેશનો સ્નેહ અને લગાવ વ્યક્ત કર્યો છે એવી લાગણી દર્શાવી છે. દિયાની ચિત્રકળામાં એક ઉમદા કલાકારની છબી ઉભરી આવે છે એવી પ્રસંશા સાથે જણાવ્યું છે કે નાની વયે અસાધારણ પ્રતિભા અને ઈશ્વરદત્ત કૃપા અનહદ આનંદ આપે છે.
ગુજરાતનો યુવા વર્ગ અનેક ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપીને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ખાત્રી કરાવે છે એવી લાગણી, દિયાના દ્રષ્ટાંતને ટાંકીને એમણે વ્યક્ત કરી છે.  પ્રધાનમંત્રી એ વિકસિત ભારતના નિર્માણમાં આપણો યુવા વર્ગ અગ્રણી ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે ભારતની વિકાસયાત્રામાં મહત્વાકાંક્ષી યુવા વર્ગને પ્રાપ્ત તકો દ્વારા દેશવાસીઓનું જીવન વધુ સુખી અને સમૃદ્ધ બનવાની ભાવના દર્શાવી છે.
બહુ મોટી વાત છે આ પત્રમાં. દેશના જન જનના ઉત્કર્ષ અને કલ્યાણની ખેવના હૃદયમાં રાખીને કર્મયોગ કરતા સાધક પ્રધાનમંત્રીએ દિયાને ખંત અને મહેનતથી સર્જન અને લલિતકલાના ક્ષેત્રોમાં પ્રદાન કરતા રહેવા પત્રમાં પ્રોત્સાહિત કરી છે.દિયાની લાગણી અને આકર્ષક ચિત્ર ભેટ માટે પત્રના અંતે ફરીથી ધન્યવાદ આપ્યા છે.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.