સ્માર્ટ મીટરની માથાકૂટ..! : વડોદરા-સુભાનપુરા MGVCLની કચેરીએ ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશોએ કરી તાળાબંધી...

મધ્ય ગુજરાતમાં MGVCLએ વડોદરાના અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે.

New Update
સ્માર્ટ મીટરની માથાકૂટ..! : વડોદરા-સુભાનપુરા MGVCLની કચેરીએ ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશોએ કરી તાળાબંધી...

સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં આ વીજ મીટર લાગી ગયા છે. જ્યાં આ મીટર લાગ્યા છે, ત્યાંના સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો છે. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં MGVCLએ વડોદરાના અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે.

વીજ નિગમના સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ક્યાંકને ક્યાંક લોકો સ્માર્ટ મીટરને લઈ લોકો ચિંતિત બન્યા છે. તેવામાં સુભાનપુરા ખાતે MGVCL કચેરીમાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા તાળા મારી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો તેમજ આમ આદમી પાર્ટીના વિરેન રામી ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories