વડોદરા : દરજીપુરા વિસ્તારમાં દારૂના કટિંગ પર દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો…

હુમલામાં SMCના પીએસઆઇ આર.જી.ખાંટે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
  • દરજીપુરા વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ ઉપર દરોડા

  • સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા

  • SMCની ટીમ પર કેટલાક ઇસમોએ કર્યો હતો પથ્થરમારો

  • SMCના PSIએ સ્વબચાવમાં કર્યું હતું 2 રાઉન્ડ ફાયરિંગ

  • રૂ. 22 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની ધરપકડ કરાય

વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં SMCના PSIએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તો બીજી તરફહરણી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારગત તા. 27 ડિસેમ્બરની મોડીરાત્રે વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના કટિંગ પર રેડ કરી હતી. આ દરમિયાન કેટલાક શખ્સોએ SMCની ટીમ પર પથ્થરમારો કર્યો હતોત્યારે હુમલામાં SMCના કેટલાક કર્મચારીઓને ઇજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.

આ હુમલામાં SMCના પીએસઆઇ આર.જી.ખાંટે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે 3 લોકોને ઝડપી પાડી રૂ. 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories