"વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ" વડોદરાની MSUની બોઈઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

બોઇઝ હોસ્ટેલની રૂમ નં-14માં તપાસ કરતા બે વિદ્યાર્થીઓ નશા ચુર હાલતમાં મળી આવ્યાં સયાજીગંજ પોલીસે બન્ને વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update

વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ફરી એક વખત શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુનિ.ની બોઇઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારુ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે બન્ને વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખેનીય છે કે, એક તરફ રાજ્ય સરકાર યુવા પેઢીને ડ્રગ્સના દુષણથી બચાવવા માટે દિવસ રાત એક કરી રહીં છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છુટથી દારુ મળે છે અને પીવાય પણ છે તે વાતને નકારી શકાય તેમ નથી.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના લાલબહાદુર શાસ્ત્રી બોઇઝ હોસ્ટેલના રૂમ નં-14માં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી સયાજીગંજ પોલીસના એ.એસ.આઇ સલીમ ઇબ્રાહીમને મળી હતી. જેથી તેઓ સ્થળ ઉપર પહોંચતા યુનિ.ના વિજીલન્સનો સ્ટાફ તેમનો મળ્યો હતો. બાતમીના આધારે પોલીસે એલ.બી.એસ હોસ્ટેલના રૂમ નં-14માં પહોંચી તપાસ કરતા આદર્શસિંગ અને વિજય મેરોઠા નામના બે વિદ્યાર્થીઓ દારૂના નશામાં ચુર હાલતમાં મળી આવ્યાં હતા.

જેથી આ બન્ને વિદ્યાર્થીઓની અટકાયત કરી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં પોલીસે બન્ને વિરૂધ્ધ પ્રોહિબીશન હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જ્યારે આ બન્ને વિદ્યાર્થીઓની અટકાયત કરી તે સમયે તેઓ સરખી રીતે ચાલી શકે તેવી હાલતમાં પણ નહતા.

Latest Stories