સુરત : નાનપુરામાં SMCની સાઈટ ઉપર ચાલતી કામગીરી દરમ્યાન 40 ફૂટ ઊંડા ટાંકામાં પટકાતાં શ્રમિકનું મોત

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં મહાનગરપાલિકાની સાઈટ ઉપર 40 ફૂટ ઊંડા ટાંકામાં પડી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.

New Update

મળતી માહિતી અનુસાર, સુરતના નાનપુરામાં તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હેઠળ મહાનગરપાલિકાની સાઈટ ઉપર કામગીરી ચાલી રહી હતી. જેમાં કંપની કોન્ટ્રાકટ હેઠળ ચાલતી કામગીરી દરમ્યાન 40 ફૂટ ઊંડા ટાંકામાં પ્લાસ્ટર કરતી વેળા એક શ્રમિક એકાએક પટકાયો હતો, ત્યારે ગંભીર ઇજાના પગલે શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે કોન્ટ્રાકટર સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીના કારણે શ્રમિકે જીવ ગુમાવ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories