Connect Gujarat
વડોદરા 

આરોગ્ય સાથે ચેડાં..! : વડોદરામાં ફૂડ ટેસ્ટિંગ વાહનને સાથે રાખી મનપાના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું…

હાલ ગરમીની સીઝન ચાલી રહી છે, ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બીન આરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરે તે માટે વડોદરા મહા નગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

X

હાલ ગરમીની સીઝન ચાલી રહી છે, ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બીન આરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરે તે માટે વડોદરા મહા નગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

વડોદરા મહા નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ફરી એક વખત એક્શન મોડમાં અવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ફૂડ ટેસ્ટિંગ વાહનને સાથે રાખી વિવિઘ સ્થળો પરથી ખાદ્ય સામગ્રીના નમૂના મેળવી ફૂડ ટેસ્ટીગ વાનમાં સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વડોદરાની વિવિઘ ફરસાણની દુકાનો, આઇસક્રીમ પાર્લર, પાણીના જગવાળા અને રસના કોલા સેન્ટરો પર આરોગ્ય લક્ષી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ ગરમીની સીઝન ચાલી રહી છે, ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બીન આરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરે તે માટે પાલિકાની ટીમ ફરી એક વખત સક્રિય બની છે. જેમાં ટીમ દ્વારા રાજ મહેલ રોડ, રાવપુરા, માર્કેટ અને કારેલીબાગ સહીતના વિસ્તારોમાં આરોગ્ય લક્ષી ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે વેપારીઓ દ્વારા વેચવામાં આવતા ખોરાક ઉપરાંત જરૂરી લાયસન્સની પણ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ, વેપારીઓ પણ પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે. અને આ પ્રકારનું ફૂડ ચેકીગ સમયાંતરે થવું જ જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે.

Next Story