New Update
વડોદરા મહાનગરપાલિકાને સિંચાઈ વિભાગ દ્વારા પાલિકાના બજેટ જેટલું તોતિંગ બિલ આપવામાં આવ્યું છે.પાલિકા દ્વારા અગાઉ પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદી માંથી પાણી લેવામાં આવતું હતું.જે બિલ 2007 થી પાઠવવામાં આવી રહ્યું છે. હજુ સુધી આ વિવાદ શમવાનું નામ લેતો નથી અને દિન પ્રતિદિન આ બિલમાં તોતિંગ વધારો જ થઇ રહ્યો છે.
વડોદરા કોર્પોરેશનને સિંચાઈ વિભાગે મહીસાગર નદી માંથી લેવામાં આવતા પાણીને લઇ 4568 કરોડનું તોતિંગ બિલ બજાવતા હડકંપ મચી જવા પામ્યો છે. સિંચાઈ વિભાગ અને વડોદરા કોર્પોરેશન પાણીના તોતિંગ બિલને લઇ સામસામે આવી છે.વડોદરાના આજવા સરોવર સિવાય મહીસાગર નદી માંથી શહેરીજનોને આપવા માટેનું પાણી કોર્પોરેશનને રાજ્ય સરકાર પાસેથી ખરીદવું પડી રહ્યું છે. પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદી માંથી લેવાતા પાણીનું સિંચાઈ વિભાગે રૂપિયા 4,568 કરોડનું બિલ પાલિકાને આપ્યું છે.

જેને લઇ અધિકારી અને શાસકો નારાજ થયા છે.પાલિકા એક માત્ર પોતાના સ્રોત આજવા સરોવર માંથી રોજ 150 MLD પાણી મેળવે છે. જેનાથી પૂર્વ વિસ્તારના 8 લાખ લોકોને પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે મહીસાગર નદી માંથી અલગ-અલગ ફ્રેન્ચવેલ મારફતે 388 થી 400 MLDની પાણી બાકીની વસ્તીને આપે છે.
સરકાર વચ્ચે મહીસાગર માંથી પાણી લેવા માટે રાજ્ય સરકારની પાનમ યોજના હેઠળ 1971માં કરાર થયા હતા.જેમાં પાનમ વોટર પ્રોજેક્ટ અંતર્ગત ફાજલપુર, રાયકા, દોડકા અને પોઈચા કુવા માંથી રોજ 200 થી 250 MLD પીવાનું પાણી અંદાજિત 40 ટકા વસ્તીમાં વિતરણ કરે છે.
જોકે સિંચાઈ વિભાગે એક તરફી રીતે આ ભાગીદારી વર્ષ 1998ની અસરથી રદ કરી કરી દીધો હતો. વર્ષ 1998માં સિંચાઈ વિભાગ સાથે નક્કી થયા મુજબ વર્ષ 2004-05 સુધી કરાર મુજબનાં બિલો આપ્યા બાદ વર્ષ 2007માં 1997-98થી બાકી બિલોનું ચૂકવણું કરવા સિંચાઈ વિભાગે માંગ શરૂ કરી હતી.
સિંચાઈ વિભાગે વ્યાજ અને દંડ સહિત રૂપિયા 4,568.80 કરોડના બિલનું ચુકવણું કરવા સપ્ટેમ્બર- 2024માં બિલ ફટકાર્યું, જેને લઇ વિવાદ થયો છે. મહત્વની વાત છે કે પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદીમાં લેવાતા પાણીનું બિલ 4586 કરોડને પાર પહોંચ્યું છે. ત્યારે દર વખતે પાલિકાની ચૂંટાયેલી પાંખ અને ધારાસભ્યો સરકારમાં આ મુદ્દે રજૂઆત કરી બિલની માફી અપાવીશું તેવો દાવો કરે છે.
જોકે તેવો આજદિન સુધી બિલના વિવાદનો નિરાકરણ લાવી શક્યા નથી, ત્યારે શું આ વખતે ભાજપના શાસકો, ધારાસભ્યો રાજ્ય સરકારમાં રજૂઆત કરી શહેરીજનોના માથેથી પાણીનું દેવું માફ કરાવશે કે પછી આ વખતે પણ વીલા મોઢે પરત ફરે છે તે આવનાર સમયમાં ખબર પડશે.
Latest Stories