વડોદરા ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને પોલીસે ઉકેલી કાઢી, મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની ધરપકડ...

વડોદરામાં એક મિત્રએ તેના જ મિત્રની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી.

New Update
વડોદરા ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને પોલીસે ઉકેલી કાઢી, મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની ધરપકડ...

બોલીવુડની કોઇ સસ્પેન્સ થ્રીલર મુવીને ટક્કર આપતી એક મર્ડર મિસ્ટ્રીને વડોદરા પોલીસે 12 દિવસમાં ઉકેલી નાખી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ટીવી પર આવતાં ક્રાઇમ શો ક્રાઇમ પેટ્રોલ પરથી થિયરી જાણી વડોદરામાં એક મિત્રએ તેના જ મિત્રની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતાં સતીશ વસાવા નામના જીમ ટ્રેનરે થોડાં સમય પહેલાં દેવું વધી જતાં જૈમિન પંચાલ નામના તેનાં મિત્ર પાસેથી 1 લાખ રૂ. ઉછીના લીધા હતા. પરંતુ લાંબો સમય વિતી જવાં છતાં સતીશ તે પૈસા તેના મિત્રને પાછા આપી શક્યો નહોતો.

જેથી જૈમિને અવારનવાર તેની પાસેથી પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ તે પૈસા ચુકવવા અશક્ય લાગતાં શાતિર સતીશ વસાવાએ જૈમિનની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો. જે માટે સતીશે ટીવી પર પ્રસારિત થતો જાણીતો ક્રાઇમ શો ક્રાઇમ પેટ્રોલ જોવાનું શરૂ કર્યું, અને તેનાં પરથી મર્ડરની થિયરી જાણી બાદમાં જૈમિનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. જે અંતર્ગત સતીશે ગત તા. 31 માર્ચે જૈમિનને પોતાનાં ઘરે બોલાવ્યો, અને તેને દારૂ પીવડાવ્યા બાદ ઓશિકા વડે મોઢું દબાવી જૈમિનની ઠંડા કલેજે હત્યા કરી નાખી. એટલું જ નહીં, પોતાના જ મિત્રના મૃતદેહ પરના ઘરેણાં લુંટી લઇ તેને બેંકમાં મુકી ગોલ્ડ લોન લીધી અને તેનાંથી તેનું અડધું દેવું ચુકતે કરી દીધું.

જૈમિનની હત્યા કર્યા બાદ શાતિર સતીશે બાઇક ઢાંકવાના કવરમાં તેના મૃતદેહને લપેટી બાદમાં મૃતકની જ બાઇક પર મૃતદેહને વડોદરાથી 10 કિમી દૂર ધનિયાવી અને રાઘવપુરા ગામ વચ્ચેની નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. જેમાં હત્યારા સતીશની માતાએ પણ લાશને સગેવગે કરવામાં મદદ કરી હતી. જોકે, વડોદરાની મકરપુરા પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ મૃતક જૈમિનના પિતાની એક અરજી અને ત્યારબાદ ડભોઇ રોડ પરના એક સીસીટીવી ફુટેજની મદદથી ઉકેલી નાંખ્યો છે. પહેલાં તો આરોપી જીમ ટ્રેનર સતીશ પોલીસને ગોળ ગોળ ફેરવતો રહ્યો. પરંતુ બાદમાં પોલીસની કડકાઇમાં તે ભાંગી પડ્યો અને મર્ડરની કબુલાત કરી લીધી હતી.

#Vadodara #police #solved #murder mystery #overshadowed #Vadodara film story #killer #friend
Latest Stories