સલમાન ખાનને ધમકી આપનાર યુવકે પ્રસિદ્ધિ મેળવવા માટે કરી હતી જોખમી હરકત,પોલીસે કરી પૂછપરછ

બોલીવુડ ભાઈજાન સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને મળ્યો હતો...

New Update
  • સલમાન ખાનને ધમકી આપવાનો મામલો

  • ઘટનામાં મુંબઈથી ગુજરાત સુધી જોડાયા તાર

  • વડોદરાના યુવકની પોલીસે કરી અટકાયત

  • પ્રસિદ્ધિ માટે યુવકે કરી જોખમી હરકત

  • પોલીસ તપાસમાં કંઇજ વાંધાજનક ન મળ્યું  

બોલીવુડ સ્ટાર સલમાન ખાનને ફરી એકવાર મોતની ધમકી મળી હતી. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો.આ ઘટનાની તપાસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો હતો,અને મયંક પંડ્યાની પોલીસે અટકાયત કરીને પૂછપરછ કરતા સમગ્ર બાબત પરથી પડદો ઉંચકાયો હતો.

બોલીવુડ ભાઈજાન સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને મળ્યો હતો.આ ઉપરાંત વરલી પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરવામાં આવ્યો હતો. આ ફોન કોલના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતીઆ મામલે પોલીસે વડોદરાનાં 26 વર્ષીય યુવક મયંક પંડ્યાની અટકાયત કરી છે.

મયંક પંડ્યાએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ધમકી ભર્યો મેસેજ મોકલ્યો હતોજેમાં લખ્યું હતું કે, "હું સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તમને મારી નાખીશું અને તેમની કારને બોમ્બથી ઉડાવી દઈશ.જોકે મેસેજમાં બિશ્નોઈ ગેંગનું નામ નહોતું.

વડોદરાના રવાલ ગામમાં રહેતો મયંક પંડ્યા ખુબ જ સામાન્ય પરિવારનો છે,તેને આ હરકત સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે કરી હોવાનું જાણવા મળ્યું છે.અને પોલીસને પણ તેની તપાસ દરમિયાન કઈં જ વાંધા જનક બાબત જાણવા મળી નથી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.