Connect Gujarat
વડોદરા 

આ દારૂની પોટલીયો નહીં પણ વડોદરા પોલીસની "આબરૂની ધૂળધાણી" છે...

વડોદરા શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના સર્કિટ હાઉસ જવાના રૂટ ઉપર ગાયની અડફેટે દેશી દારૂનો ખેપિયો આવી જતાં રોડ પર દેશીની દારૂની રેલમછેલ થઇ હતી.

X

વડોદરા શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના સર્કિટ હાઉસ જવાના રૂટ ઉપર ગાયની અડફેટે દેશી દારૂનો ખેપિયો આવી જતાં રોડ પર દેશીની દારૂની રેલમછેલ થઇ હતી. આ બનાવે વડોદરા શહેર પોલીસ તંત્રના ધજાગરા ઉડાવ્યા હતાં અને કેન્દ્રીય મંત્રી પણ વડોદરામાં દારૂબંધીની હકીકતથી વાકેફ થઇ ગયા હતા. તેમનો કાફલો એરપોર્ટ સર્કલથી એલ એન્ડ ટી સર્કલ તરફ જઇ રહ્યો હતો.

આખી ઘટના પર નજર નાખવામાં આવે તો સોમવારે બપોરના સમયે એક યુવક ટુ વ્હીલર લઇને એરપોર્ટ સર્કલથી એલ.એન્ડ.ટી. સર્કલ તરફ જઇ રહ્યો હતો. દરમિયાન, ટુ વ્હીલર પર બે પોટલા લઈને પસાર થઇ રહેલો યુવાન રખડતી ગાયની અડફેટે આવી જતાં દારૂની પોટલીઓની રેલમછેલ થઇ હતી. કેટલીક પોટલીઓ તો રસ્તામાં ફાટી જવાને કારણે આખાય રસ્તા પર દુર્ગંધ મારવાનુ શરૂ થઇ ગયું હતું.

Next Story