વડોદરા : દેશમાં કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ અપાયાં, સયાજી હોસ્પિટલમાં થઇ ઉજવણી

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરના હસ્તે આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયાં..

વડોદરા : દેશમાં કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ અપાયાં, સયાજી હોસ્પિટલમાં થઇ ઉજવણી
New Update

દેશમાં વેક્સિનેશનની સંખ્યા 100 કરોડ ડોઝને પાર કરી જતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરના હસ્તે આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયાં....

કોરોનાની મહામારી પર અંકુશ મેળવવા દેશભરમાં વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તારીખ 21મી ઓકટોબરના રોજ વેકસીનનેશનના ડોઝની સંખ્યા 100 કરોડને પાર કરી ચુકી છે. વડોદરાની વાત કરવામાં આવે તો આમઆદમીથી લઇ રાજવી પરિવાર સુધી સહુને આરોગ્ય કર્મીઓએ રસી મૂકી છે. સયાજી જનરલ હોસ્પિટલમાં 10 મહિનામાં 35 હજારથી વધારે લોકોને કોરોનાની વેકસીન મુકવામાં આવી છે. ગુરૂવારે સાંજે સયાજી હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પોલીસ બેન્ડ દ્વારા આરોગ્ય કર્મીઓ , તબીબો અને નર્સિંગ સ્ટાફને સલામી આપવામાં આવી હતી.પોલીસ કમિશનર શમસેરસિંહ અને મ્યુનિ . કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું...

મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના આંગણે ૧૦૦ કરોડ કોરોના રસીકરણની રાષ્ટ્રીય સિદ્ધિ નિમિતે આરોગ્ય કર્મીઓ, તબીબો તથા નર્સિંગ સ્ટાફે માસ્ક , સેનીટાઈઝરની બોટલ અને કોરોનાની રસીની વાયલ હાથમાં રાખીને ગરબા કરીને અને મીઠાઈની વહેંચી હતી. હોસ્પિટલના મદદનીશ પ્રાધ્યાપક ડો . બેલીમએ જણાવ્યું કે , સયાજી હોસ્પિટલમાં છેલ્લા ૧૦ મહિનાથી કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે . અત્યાર સુધી એસએસજીમા કુલ ૩૫ હજાર વ્યક્તિઓનુ રસીકરણ કરાયું છે. વડોદરાના પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંહે પણ આરોગ્યકર્મીઓની કામગીરીને બિરદાવી હતી.

#Connect Gujarat #Vadodara #Corona vaccine #celebrate #Sayaji Hospital #VaccineCentury #100 crore doses of corona vaccine #Sayaji Hospital Vadodara #COVID 19 Vaccine
Here are a few more articles:
Read the Next Article