/connect-gujarat/media/post_banners/2fcc9c8fb3217749bbcada709184312ef395d574f2b65a5d880f85477a415106.jpg)
વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ મકાનમાં SOG દ્વારા રેડ પાડતાં 1200 ગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો,જેમાં એક મહિલા સહિત 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર શહેરમાં હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના SOGને બાતમી મળી હતી કે શહેરના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ નવગ્રહ મંદિરની પાછળ આવેલ મકાનમાં માદક પદાર્થ ગાંજાનો વેપલો થઈ રહ્યો છે. જેના આધારે SOG દ્વારા રેડ કરવામાં આવતા માદક પદાર્થનો જથ્થો શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માદક પદાર્થ ગાંજો હોવાનું સામે આવતા FSLની મદદ લેવામાં આવી હતી. ત્યારે આ કાર્યવાહીમાં અંદાજીત 1200 ગ્રામ માદક પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ નેટવર્કમાં સંડોવાયેલા એક મહિલા સહિત 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.