Connect Gujarat
વડોદરા 

વડોદરા : ભાજપ સરકાર દ્વારા ગરબા પર 18% GST ઠોકી દેવાતા કોંગ્રેસે કલેકટર કચેરીએ ગરબે ઘુમી વિરોધ નોંધાવ્યો

માતાજીની આરાધના પર GST લગાડવાનો વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો હતો, કોંગ્રેસનું કહેવું છે કે વડોદરાની સંસ્કૃતિ સમાન ગરબા પર ટેક્સ કેમ..?

X

વડોદરામાં માતાજીની આરાધના પર GST લગાડવાનો વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો હતો, કોંગ્રેસનું કહેવું છે કે વડોદરાની સંસ્કૃતિ સમાન ગરબા પર ટેક્સના નામે ગુજરાતની ભાજપની વેપારી સરકાર ગરબા પર ૧૮% GSTની ઉઘાડી લુંટ ચલાવી રહી છે,જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેકટર ઓફિસ ખાતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી ભાજપ સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો, કલેક્ટર કચેરીના પટાંગણમાં કોંગ્રેસે ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને બહેનો ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં જોડાયા હતા, ગરબામાં વિરોધ પક્ષ નેતા અમી રાવત, શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

Next Story