/connect-gujarat/media/post_banners/9235710c04c0b250c5b4edbfe1b10cad4c355d71e740549e1e6414121208c206.jpg)
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામમાં આતંક મચાવનાર 2 કપિરાજને વન વિભાગ દ્વારા રેસક્યું કરી પાંજરે પુરવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલ ગણેશપુરા ગામમાં કપિરાજનો ત્રાસ ખૂબ વધ્યો હતો. ગણેશપુરાના ગ્રામજનોને કપિરાજો હેરાન પરેશાન કરવા સાથે બચકા પણ ભરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જોકે, ગ્રામજનોએ આ મામલે વન વિભાગને જાણ કરી હતી, ત્યારે વડોદરા વન વિભાગના અધિકારી નીતિન પટેલ, જિજ્ઞેસ પરમાર સહિત વન વિભાગની ટીમ ગણેશપુરા ગામે આતંક મચાવનાર કપિરાજનું રેસક્યું કરવા પહોચ્યા હતા, જ્યાં પાંજરામાં ખોરાક મુકી કપિરાજોને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે કલાકોની જહેમત બાદ 2 કપિરાજ પાંજરામાં કેદ થયા હતા. જોકે, આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ, વન વિભાગના અધિકારીઓએ બન્ને કપિરાજોને જંગલ વિસ્તારમાં સલામત સ્થળે મુક્ત કર્યા હતા.