વડોદરા : 12 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું 2 વર્ષીય બાળક, જુઓ “LIVE” રેસક્યું..!

વડોદરા શહેરના સરસિયા તળાવ નજીક 12 ફૂટ ઊંડા ખાડામાં 2 વર્ષનું બાળક ખાબકતા લોકોમાં દોડધામ મચી હતી.

New Update
વડોદરા : 12 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું 2 વર્ષીય બાળક, જુઓ “LIVE” રેસક્યું..!

વડોદરા શહેરના સરસિયા તળાવ નજીક 12 ફૂટ ઊંડા ખાડામાં 2 વર્ષનું બાળક ખાબકતા લોકોમાં દોડધામ મચી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ રેસક્યું હાથ ધરી ભારે જહેમત બાદ બાળકને સહી સલામત બહાર કાઢ્યું હતું.

વડોદરા શહરેના સરસીયા તળાવ નજીક આવેલ મહાદેવ મંદિરના પટાંગણમાં કામગીરી ચાલી રહી છે, જ્યાં આવેલ 12 ફૂટ ઊંડા ખાડામાં 2 વર્ષીય નાનું બાળક ખાબકતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. પોતાનું બાળક ખાડામાં ખાબકતાં માતાના હૈયાફાટ રુદન સાથે ગમગીન દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. એટલું જ નહીં, JCBની મદદ લઈ ભારે જહેમત બાદ બાળકને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી. બનાવના પગલે સીટી પોલીસ મથકના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Latest Stories