વડોદરા: ચોર હોવાની આશંકાએ 2 યુવાનોને ટોળાએ માર્યો ઢોર માર, એક યુવાનનું મોત નિપજ્યું

બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા શેબાઝ પઠાણને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અને ઇક્રમા ઉર્ફે અલીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો

New Update

વડોદરામાં ચોર અંગેની અફવા

જુના આર.ટી.ઓ.નજીક બન્યો બનાવ

ચોરની અફવા વચ્ચે 2 યુવાનોને ઢોર માર મરાયો

એક યુવાનનું મોત નિપજ્યું

પોલીસે તપાસ શરૂ કરી

વડોદરામાં ચોરની અફવા વચ્ચે ટોળાએ બે યુવાનોને માર મારતા એક યુવાનનું મોતનીપજ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર જિલ્લામાં ચોર આવ્યા ચોર આવ્યાની અફવા લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે અફવા લોકોના મનમાં ઘર કરી જતા કેટલાક વિસ્તારોમાં લોકો રાતપાળી કરી રહ્યા છે. તો કેટલાક કિસ્સામાં નિર્દોષ લોકોને ટોળું માર મારી રહ્યું છે.
આવી જ એક જીવલેણ ઘટના વડોદરામાં સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ઇક્રમ ઉર્ફે અલી  અને શેબાઝ પઠાણ ભંગારની દુકાનમાં નોકરી કરતા હતા. તેઓ કામ પતાવાની રાત્રીના સમયે ચા પીવા માટે ગયા હતા. દરમિયાન જુના આરટીઓ પાસે ઝુલેલાલ મંદિર નજીક રસ્તામાં બાઇક બગડતા તેને ઠીક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
દરમિયાન ટોળાએ ચોર સમજીને હુમલો કરીને ઢોર માર માર્યો હતો. જેમાં કપડાં ફાટી જતા સુધી બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા શેબાઝ પઠાણને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અને ઇક્રમા ઉર્ફે અલીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.મૃતક પરિજને મીડિયાને જણાવ્યું કે, અમને એવું જાણવા મળ્યું છે કે, તે લોકો રાત્રે ચા-નાશ્તો કરવા માટે ગયો હતો.
તેનું વાહન બગડી ગયું હતું. વાહન ચાલુ કરવા જતા લોકોએ ટોળે વળીને તેને માર માર્યો છે. તેમણે આરોપ મુકતા કહ્યું કે, આ ઘટના સમયે પોલીસ સ્થળ પર હાજર હતી છતા પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હતી.આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે
Latest Stories