વડોદરા: બરાનપૂરાના એક મકાનમાંથી પ્રતિબંધિત 21 દરીયાઇ જીવ મળી આવ્યા, વન વિભાગે ગુનો દાખલ કર્યો

બરાનપુરામાંથી બે કાચબા અને રસાયણમાં રાખવામાં આવેલ પ્રતિબંધિત 21 દરીયાઇ જીવો મળી આવતા એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

New Update
વડોદરા: બરાનપૂરાના એક મકાનમાંથી પ્રતિબંધિત 21 દરીયાઇ જીવ મળી આવ્યા, વન વિભાગે ગુનો દાખલ કર્યો

વડોદરાના બરાનપુરામાંથી બે કાચબા અને રસાયણમાં રાખવામાં આવેલ પ્રતિબંધિત 21 દરીયાઇ જીવો મળી આવતા એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગે સંયુક્ત રીતે શહેરના બરાનપુરા વિસ્તારમાં દરોડો પાડી પ્રતિબંધિત 23 નંગ જમીન ઉપરના બે કાચબા અને રસાયણમાં રાખવામાં આવેલા દરીયાઇ 21 જીવ મળી કુલ 23 પ્રતિબંધિત જીવો કબજે કર્યા હતા.માલિક વિરુદ્ધ વન વિભાગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત વિભાગની ટીમ પહોંચતા સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.દરોડા પાડી તપાસ કરતા ધરમવિર રાણાના ઘરમાં બે જમીન ઉપરના કાચબા મળી આવ્યા હતા તેમજ રસાયણમાં રાખવામાં આવેલા દરિયાઇ કોરલ, જેલી ફિશ, દરિયાઇ ઘોડા, વાત ફિશ, ક્રેબ, ફ્રોગ, ઓક્ટોપસ, સ્ટાર ફિશ, મીની શાર્ક, વગેરે મળી આવ્યા હતા જે તમામ પ્રતિબંધિત જીવોને કબજે લઇ પ્રતિબંધિત જીવો રાખનાર ધરમવિર રાણા વિરુદ્ધ વન્ય જીવ અધિનિયમ 1972 હેઠળ ગુજરાત વન વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે  

Latest Stories