વડોદરા : હરણી બોટકાંડમાં વધુ 4 આરોપી ઝડપાયા, પોલીસે પેટા કોન્ટ્રાક્ટર સહિત ભાગીદારોની ધરપકડ કરી...

હરણી બોટકાંડમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે

New Update
વડોદરા : હરણી બોટકાંડમાં વધુ 4 આરોપી ઝડપાયા, પોલીસે પેટા કોન્ટ્રાક્ટર સહિત ભાગીદારોની ધરપકડ કરી...

વડોદરા હરણી બોટકાંડમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ 6 આરોપીઓ ફરાર છે.

વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ ગોઝારી ઘટનાના જવાબદારો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા હરણી બોટકાંડમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા છે. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી છે. આરોપી નિલેશ જૈન હાલ લેક ઝોનનું સંચાલન કરતો હતો, અને રોજે રોજ કર્મચારીઓ પાસેથી હિસાબ લેતો હતો. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરી છે, અને હજુ 6 આરોપીઓ ફરાર છે. મળતી માહિતી મુજબ 10 મહિના પહેલા જ આરોપી નિલેશ જૈનને લેકઝોનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બાકીના 3 આરોપી જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશી પણ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Latest Stories