Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઉત્તરાયણ પર્વે ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા 500 વોલિએન્ટિયર્સ મેદાને, નવું ઓપરેશન થિયેટર બનાવ્યું...

ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા શહેર થતાં જીલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે 500 જેટલા વોલિએન્ટિયર્સને કરૂણા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે.

X

ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા શહેર થતાં જીલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે 500 જેટલા વોલિએન્ટિયર્સને કરૂણા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, અધ્ધતન સુવિધારહી સજ્જ નવું ઓપરેશન થિયેટર પણ ઊભું કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરમાં પતંગના દોરાથી ગત રવિવારે એક યુવાને જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ, પતંગના દોરાથી અનેક પક્ષીઓ દર વર્ષે પોતાનો જીવ ગુમાવતાં હોય છે. વન વિભાગ દ્વારા પક્ષીઓની માવજત, સારવાર અને બચાવ કામગીરી માટે દર વર્ષે કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે પણ 45 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 10થી 23મી જાન્યુઆરી સુધી 500 જેટલા વોલિએન્ટિયર્સ કરૂણા અભિયાન હેતલ ફરજ બજાવશે. એટલું જ નહીં, 15 તબીબોની ટીમ પણ ઉત્તરાયણના 3 દિવસ કાર્યરત રહેશે, જ્યારે ઝૂઓલોજી વિભાગના 10 જેટલા વિદ્યાર્થી પણ આ કેમ્પમાં સહાયક ભૂમિકા ભજવશે. ગત વર્ષે 1300 પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા કારેલીબાગ વન્ય જીવન સુરક્ષા કેન્દ્ર ખાતે એક નવું ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. ગત વર્ષે વસાવેલા એક્સ-રે મશીનથી પણ એડવાન્સ ઓપરેશન માટે સહાયક મશીન પણ એનજીઓ દ્વારા પ્રાપ્ત થયું છે. વન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તરાયણના એક સપ્તાહ અગાઉથી પક્ષીઓને ચણ નાખવાનું બંધ કરવું જોઈએ. તો કોઈ વાહન આવતાં પક્ષીઓ એક સામટાં ઊડતાં હોય છે, જેના કારણે દોરામાં ફસાઈ જવાથી ઈજાગ્રસ્ત થતાં હોય છે, ત્યારે આ વર્ષે નહિવત પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય તેવો કરુણા અભિયાન અંતર્ગત પ્રયાસ કરવામાં આવશે.

Next Story