વડોદરા : MS યુનિવર્સિટીમાં અનામત મુદ્દે ફરી લાગ્યા બેનર, લખ્યું : ‘વાઇસ ચાન્સેલર ગુમ થયા છે’

વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ઓછા આપવાનો મુદ્દો છે.

New Update
વડોદરા : MS યુનિવર્સિટીમાં અનામત મુદ્દે ફરી લાગ્યા બેનર, લખ્યું : ‘વાઇસ ચાન્સેલર ગુમ થયા છે’

વડોદરાની MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ABVP દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 'વાઇસ ચાન્સેલર ગુમ થયા છે, ઉપરના ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે ABVPનો સંપર્ક કરવો' આવા બેનરથી ફરી વિવાદ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે. કે, છેલ્લા કેટલાક દિવસથી MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને 70 ટકા અનામતનો મુદ્દો ગરમાયો છે. જેને લઈને આ પોસ્ટર લાગ્યા છે, ત્યારે ABVPના આગેવાન અક્ષય રબારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી એક વિષયને લઈને એમ.એસ. યુનિવર્સિટી ચર્ચામાં છે.

જેમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ઓછા આપવાનો મુદ્દો છે. આટલો મોટો વિષય હોવા છતાં વાઇસ ચાન્સેલર ચૂપ છે. તેઓ ક્યારેય વિદ્યાર્થીઓ વચ્ચે આવતા નથી. આજે બેનર એટલા માટે લગાવ્યા છે કે, આ બેનર વાંચીને સાહેબનો અંતરઆત્મા જાગે અને આવીને પૂછે કે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન શું છે? છેલ્લા 2 વર્ષથી તેઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે. માત્ર યુનિવર્સિટીનું કામ કરે છે, વિદ્યાર્થીઓના હિત માટે કોઈ કામ કરવામાં આવતા ન હોવાનો પણ ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Latest Stories