વડોદરા : નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ટેન્કરની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આણંદ જિલ્લામાં આવેલ નાપાડના રહેવાસી બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કરની અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
Vadodara Accident

વડોદરા શહેરના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વિવિધ કંપનીઓ દ્વારા મોટા વાહનોના કરાવવામાં આવતા આડેધડ પાર્કિંગના કારણે એક વ્યક્તિ અકસ્માતનો ભોગ બની મોતને ભેટ્યો હતો. 

મળતી માહિતી અનુસારવડોદરાના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ વિવિધ કંપની દ્વારા રોડ રસ્તા ઉપર જ ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરાતું હોવાથી ઘણીવાર મોટા અકસ્માતો સર્જાતા રહી ગયા છે. પરંતુ આજરોજ પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આણંદ જિલ્લામાં આવેલ નાપાડના રહેવાસી બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કરની અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

 બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડ નંદેસરી સ્થિત ખાનગી વ્યક્તિના ત્યાં ડ્રાઇવરની નોકરી કરતા હતા. જોકેવિવિધ કંપનીઓ દ્વારા કરાતા આડેધડ પાર્કિંગના કારણે રસ્તાઓ પર વાહનચાલકોને વાહન ચલાવવાનું મુશ્કેલ બને છે. તેવામાં પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આજે એક યુવકનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં જ નંદેસરી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટેન્કર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories