Connect Gujarat
વડોદરા 

વડોદરા : પટકુ વણાટની લુપ્ત થતી કળાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરતી MS યુનિવર્સીટીની Ph.D સ્કોલર...

ગુજરાતની પટકુ વણાટની લુપ્ત થતી કળાને વડોદરા શહેરની MS યુનિવર્સીટીની Ph.D સ્કોલર વિદ્યાર્થીની દ્વારા પુનર્જીવિત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

X

ગુજરાતની પટકુ વણાટની લુપ્ત થતી કળાને વડોદરા શહેરની MS યુનિવર્સીટીની Ph.D સ્કોલર વિદ્યાર્થીની દ્વારા પુનર્જીવિત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ક્લોધીંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગમાં પી.એચડી કરતી વિદ્યાર્થીની જ્યોતિ નવલાણી ગુજરાતની લુપ્ત થતી પટકુ વણાટની કળાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. વેફ્ટ ઇકટ ટેક્નિકનો ઉપયોગ કરીને બનાવેલ આ પ્રકારનું હેન્ડલૂમ ફેબ્રિક એક સમયે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને સુરત જિલ્લાના માંડવી, વ્યારા, વાલોડ અને બારડોલીમાં વસતા જૂથ દ્વારા પહેરવામાં આવતું હતું. જોકે, બદલાતા સમય સાથે તે ધીરે ધીરે લુપ્ત થઈ ગયું. કારણ કે, પાવરલૂમે પરંપરાગત હસ્તકલા પર કબજો જમાવ્યો અને આ જનજાતિના લોકો પણ હાલ આધુનિક વસ્ત્રો તરફ વળ્યા છે.

MS યુનિની વિદ્યાર્થીની જ્યોતિ નવલાણીએ પુસ્તક "સિમ્પલ વેફ્ટ ઇકટ ફ્રોમ સાઉથ ગુજરાત"નો સંદર્ભ લઈને વર્ષ 2018માં આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે. જ્યોતિ નવલાણીએ સુરત નજીકના માંડવીના સ્થળોની મુલાકાત લીધી હતી. જોકે, હાથથી વણાયેલા જે ફેબ્રિક પટકુ આદિજાતિની મહિલાઓ પાસે ભાગ્યે જ ઉપલબ્ધ છે, ત્યારે પટકુ વણાટ દ્વારા બનાવવામાં આવેલ આદિવાસી કાપડને કાટવાળું લાલ રંગના ક્ષેત્રમાં સફેદ અને વાદળી ઘાટા પટ્ટાઓ સાથે બરછટ કાપડ છે. જેમાં સિંગલ વેફ્ટ ઇકટ તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે 2 જાતોમાં કાબરા સલ્લા અને રાહી સલ્લા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીની જ્યોતિએ વધુમાં જણાવ્યુ હતું કે, આ વારસા અને ક્રાફટ વિશે જે કોઈ પાસે કોઈપણ માહિતી હોય તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ક્લોધીંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગમાં જાણ કરે જે આ રિસર્ચ અને અનોખી પહેલમાં પોતાનું યોગદાન આપવા માટે હંમેશા આભારી રહેશે.

Next Story