Connect Gujarat
વડોદરા 

વડોદરા : એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધ-વડીલો સાથે પોલીસની શી-ટીમે દિવાળીના તહેવારોની ભવ્ય ઉજવણી...

તહેવારો લોકો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે કે, જેઓ એકલવાયુ જીવન ગુજારતા હોય છે.

X

દિવાળીનો તહેવાર ઠેર ઠેર ઉજવાઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં એકલવાયુ જીવન ગુજારતા વૃદ્ધ-વડીલો સાથે પોલીસની શી-ટીમે દિવાળી પર્વે ભવ્ય ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. વડોદરામાં શહેરીજનો ખૂબ જ ધામધૂમથી દિવાળીનો રંગીન તહેવાર ઉજવી રહ્યા છે. તહેવારો લોકો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે કે, જેઓ એકલવાયુ જીવન ગુજારતા હોય છે.

એમાં પણ ખાસ કરીને વૃદ્ધ અવસ્થાના વડીલો જેવો એકલા રહેતા હોય છે, અને એમનો પરિવાર તેમની સાથે તહેવારોના સમયે પણ નથી હોતો, તો એવા વડીલો સાથે વડોદરા શહેર પોલીસની શી ટીમે દિવાળીની ઉજવણી કરી હતી. જોકે, શી ટિમ અવાર નવાર વૃદ્ધોના ઘરે રૂબરૂ મુલાકાત લે છે, અને મીઠાઈ આપી તહેવાર નિમિતે મોઢું મીઠું કરાવે છે. તથા ઘણી મહિલાઓને નવા વસ્ત્ર પણ આપવામાં આવતા હોય છે. તથા ઘણા લોકોના જન્મદિવસ પણ પોલીસ સાથે મળીને ઉજવવામાં આવે છે.

એ.એસ.આઈ.એ જણાવ્યું હતું કે, તહેવારોના સમયે એક નવી પહેલ કરીને વડીલોના ઘરે જઈને એમની સાથે અમે દિવાળીની ઉજવણી કરીએ છીએ. અમારા ઘરે તો જવાનું થતું નથી, પરંતુ આ વડીલોને જ અમારા માતા-પિતા માનીને એમની સાથે અમે તહેવારો ઉજવી રહ્યા છીએ.

Next Story