Connect Gujarat
વડોદરા 

વડોદરા: કરજણ ITI ખાતે વાગો કંપની દ્વારા શૈક્ષણિક સહાય અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો

વિધ્યાર્થીઓ આઇટીઆઇ સાથે કૌશલ્ય વિકાસ કરી શકે તે માટે ઓનલાઇન વાઇફાઇથી સુસજ્જ આધુનિક નવા ફિચર્સ સાથેના કોમ્પયુટર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા

X

વાગો કંપની દ્વારા વોલ્યુન્ટરી યુથ ઓર્ગેનાઇઝેશન ફોર મોટીવેશન સંસ્થાના માધ્યમથી કંપનીના સી.એસ.આર.ફંડમાંથી આઇટીઆઇ કરજણ ખાતે આધુનિક કોમ્પ્યુટર લેબમાં કોમ્યુટર, પ્રોજેક્ટર તથા અન્ય સાધનો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો વોલ્યુન્ટરી યૂથ ઓર્ગેનાઇઝેશન ફોર મોટિવેશન (વ્યોમ) સંસ્થાના પ્રયાસોથી વેગા કંપની દ્વારા ઔધોગિક સામાજિક જવાબદારી ફંડ થકી આજના વિધ્યાર્થીઓમા વિકાસ કૌશલ્ય વિકસે સાથે જ ભવિષ્યમાં તેઓને રોજગાર માટે ઉપયોગી સાબિત થાય તે માટે કરજણ આઇટીઆઇ ખાતે વિધ્યાર્થીઓ માટે આધુનિક કોમ્પ્યુટર તથા પ્રોજેક્ટર લેબ સાથે 14 કોમ્પ્યુટર્સ, પ્રોજેક્ટર તથા આધુનિક કોન્ફરન્સ તથા મલ્ટી પર્પઝ રૂમ, પુસ્તકો, આઇટીઆઇ ને લગતા સાધનો, ટુલકીટ્સ સાથે જ અન્ય સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા

જ્યાં વિધ્યાર્થીઓ આઇટીઆઇ સાથે કૌશલ્ય વિકાસ કરી શકે તે માટે ઓનલાઇન વાઇફાઇથી સુસજ્જ આધુનિક નવા ફિચર્સ સાથેના કોમ્પયુટર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે વાગો કંપનીના સી.ઇ.ઓ.આલોક કિશોર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે જ વ્યોમ સંસ્થાના ડોલ્સી સાયમન દ્વારા કંપનીના કાર્યને બિરદાવી હતી જ્યારે આઇટીઆઇ કરજણના પ્રિન્સિપાલ વી.પી.સુતરિયા દ્વારા વાગો કંપની તથા વ્યોમ સંસ્થાનો મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story