Connect Gujarat
વડોદરા 

વડોદરા: પોલીસ દ્વારા ગણેશ વિસર્જન માટે ખાસ એક્ષન પ્લાન કરાયો તૈયાર,6 હજાર કરતા વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

ગણેશ મહોત્સવ હવે પૂર્ણતાના આરે છે ત્યારે વડોદરામાં પોલીસ દ્વારા ગણેશ વિસર્જનને લઈ ખાસ એક્ષન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે

X

ગણેશ મહોત્સવ હવે પૂર્ણતાના આરે છે ત્યારે વડોદરામાં પોલીસ દ્વારા ગણેશ વિસર્જનને લઈ ખાસ એક્ષન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન દરમ્યાન 6 હજાર કરાતા વધુ પોલીસકર્મીઓ ખડેપગે તૈનાત રહેશે.

દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન શ્રી ગણેશને ભાવભીની વિદાય આપવામાં આવશે ત્યારે વડોદરામાં ગણેશ વિસર્જનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ વિસર્જન માટે પોલીસ દ્વારા ખાસ એક્ષનપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે શહેર પોલીસ કમિશ્નર અનુપમ સિહ ગહેલોતની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી અને ગણેશ વિસર્જનના રૂટ તેમજ પોલીસ બંદોબસ્ત બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન દરમ્યાન વડોદરામાં 6200થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે તૈનાત રહેશે.આ બંદોબસ્તમાં 10 ડીસીપી, 25એસીપી, 85 પીઆઈ,168 પી.એસ.આઈ, મળી 2900 પોલીસ 2700 હોમગર્ડ, 600 ટી.આર.બી.મળી 6200 જવાનો ફરજ બજાવશે.સાથે રેપિડ એક્શનની એક ટીમ, સી.આર.પી.એફ. ની એક ટીમ અને એસ.આર.પી.ની 6 ટીમ બંદોબસ્તમાં રહેશે.

Next Story