વડોદરા : સાકરદા નજીક અત્યંત જ્વલનશીલ ગેસ ભરેલ ટેન્કરે મારી પલટી, ગેસ હવામાં ભળી જતાં લોકોને હાલાકી..!

સાકરદા ગામ નજીક આવેલ કેડેસ કંપનીમાં કેમિકલ ખાલી કરવા આવેલ ટેન્કર પલટી મારી જતા મોટા પ્રમાણમાં ગેસ ગળતર થયું હતું.

New Update
વડોદરા : સાકરદા નજીક અત્યંત જ્વલનશીલ ગેસ ભરેલ ટેન્કરે મારી પલટી, ગેસ હવામાં ભળી જતાં લોકોને હાલાકી..!

વડોદરાના સાકરદા ગામ નજીક આવેલ કેડેસ કંપનીમાં કેમિકલ ખાલી કરવા આવેલ ટેન્કર પલટી મારી જતા મોટા પ્રમાણમાં ગેસ ગળતર થયું હતું. નાઈટ્રીટ એસિડ ગેસ હવામાં મિશ્ર થઈ જતાં આસપાસના ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયુ હતું.

વડોદરાના સાકરદા ગામ નજીકની કેડેશ કંપનીમાં ગત રાત્રિએ એક ટેન્કર કંપનીમાં કેમિકલ ખાલી કરવા માટે આવ્યું હતું. તે દરમિયાન કંપનીની બિલકુલ પાસે આવેલ એક ખેતરમાં અકસ્માતે આ ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કરની અંદર અત્યંત જ્વલનશીલ એવો નાઈટ્રિક એસિડ ભરેલો હતો. ટેન્કર પલટી ખાતાની સાથે જ ગેસ ગળતર થવાનું શરૂ થયું હતું. આ બનાવ બાદ વહેલી સવારે ખેતરના માલિક રજનીકાંત પટેલે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. ટેન્કરમાં રહેલો નાઈટ્રિક એસિડ ખાલી થઈ જતાં સાકરદા ગામની આસપાસના વિસ્તારમાં હવામાં આ ગેસ ભળ્યો હતો. જેને લઇને ગ્રામજનો સહિત આસપાસના ખેતરના માલિકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય હતી. તો બીજી તરફ, ઘટનાના કલાકો બાદ પણ ફાયર વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. અત્રે મહત્વનું છે કે, સાકરદા ગામ ઉદ્યોગિક વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં આવી ઘટનાઓ જ્યારે જ્યારે બને છે, ત્યારે ત્યાં રહેતા લોકોના જીવ જોખમો મુકાઈ જતાં હોય છે.

Latest Stories