વડોદરા : કોર્ટમાંથી ફરાર મહાઠગ 7 હજાર KM દૂર આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપાયો...

કોર્ટમાંથી જાપ્તામાં પોલીસની નજર ચૂકવી ફરાર થઈ જનાર વિરાજ પટેલને ક્રાઈમ બ્રાંચે 7 હજાર કિલોમીટર સુધી પીછો કરી આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો.

New Update
વડોદરા : કોર્ટમાંથી ફરાર મહાઠગ 7 હજાર KM દૂર આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપાયો...

વડોદરાની કોર્ટમાંથી જાપ્તામાં પોલીસની નજર ચૂકવી ફરાર થઈ જનાર વિરાજ પટેલને ક્રાઈમ બ્રાંચે 7 હજાર કિલોમીટર સુધી પીછો કરી આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો.

Advertisment

મળતી માહિતી અનુસાર, 25 દિવસ પહેલાં વડોદરાની કોર્ટમાં જાપ્તામાં પોલીસની નજર ચૂકવીને CMO ઓફિસના અધિકારીની ખોટી ઓળખ આપનાર વિરાજ પટેલ ફરાર થઈ ગયો હતો. જોકે, વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે 7 હજાર કિલોમીટર સુધી પીછો કરી આસામ-મિઝોરમની બોર્ડર ઉપરથી ઝડપી પાડ્યો છે. કોર્ટમાંથી ભાગતા પૂર્વે વડોદરા જેલમાં તેણે કરેલી વાતચીત ઉપરથી ક્રાઈમ બ્રાંચે કડી મેળવીને તેનો પીછો શરૂ કર્યો હતો. ગાંધીનગરના સરગાસણ ગામના રહેવાસી વિરાજ પટેલ છેલ્લા કેટલાંક સમયથી પોતાને CMO ઓફિસના અધિકારી તરીકેની ઓળખ આપતો હતો. CMO ઓફિસના અધિકારીનું ખોટું આઈકાર્ડ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેમાં તેને મુંબઈની એક મોડેલને પોતાની જાળમાં ફસાવી હતી. આ મોડેલ મહિલાને તેને ગુજરાતની ગીફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. એટલું જ નહીં, મહાઠગ વિરાજ પટેલે મુંબઈની મોડલના ATM કાર્ડ ચોરી લીધા હતા,અને મોડેલની જાણ બહાર તેના એકાઉન્ટમાંથી રૂપિયા 90 હજાર રકમ પણ ઉપાડી લીધી હતી. કોર્ટમાંથી ગંભીર ગુનાનો આરોપી વિરાજ પટેલ ફરાર થઈ જતાં વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચના અને ડીસીપી યુવરાજસિંહ જાડેજા તેમજ એસીપી એચ.એ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચે આ મામલે તપાસ શરૂ કરી હતી.

Advertisment