Connect Gujarat
વડોદરા 

વડોદરા : માત્ર રૂ. 1500ની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, પાદરા-સોખાડા કેનાલ નજીક 5 લોકોના હુમલામાં યુવકનું મોત

પાદરા તાલુકાના સોખાડા કેનાલ નજીક માત્ર 1500 રૂપિયાની લેવડદેવડમાં 5 લોકોએ હુમલો કરી માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું.

X

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખાડા કેનાલ નજીક માત્ર 1500 રૂપિયાની લેવડદેવડમાં 5 લોકોએ હુમલો કરી માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખાડા કેનાલ નજીક રૂપિયાની લેતીદેતીમાં ખૂની ખેલ ખેલાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં માત્ર 1500 રૂપિયા બાકી હોવાથી સોખાડા કેનાલ પાસે રહેતા સુરેશ તડવી સહિત 5 શખ્સે ડભાસા ગામના વિકાસ પાટણવાડિયાને બોલાવી રૂપિયાની માગણી કરી હતી, અને 2 ફડાકા મારી મોબાઈલ લઈ લીધો હતો, જ્યાં સુધી રૂપિયા નહીં આપે ત્યાં સુધી મોબાઈલ પરત નહીં આપે તેવી ધમકી આપવામાં આવી હતી. આ અંગે વિકાસ પાટણવાડિયાએ પોતાના ભાઈને ફોન કર્યો હતો, અને આ અંગે જણાવ્યું હતું. બાદમાં ભાઈ કિરીટ પાટણવાડિયા સાથે અન્ય મિત્રો ત્યાં પહોંચ્યા હતા, અને રૂપિયા આપવાની વાત કરી હતી. 1500 રૂપિયા શા માટે આપ્યા હતા એ બાબતે પૂછતાં જ તેમની ઉપર પણ સુરેશ તડવી સહિતના સાગરીતોએ હુમલો કર્યો હતો. જોકે, હુમલો થતાં જ વિકાસ અને તેના ભાઈ કિરીટ સાથે આવેલી 2 વ્યક્તિઓ જીવ બચાવી ભાગ્યા હતા, જ્યારે વિકાસને ફટકો વાગતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પાદરા પોલીસ સહિત વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક અને વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ પાદરા દોડી આવી હતી, ત્યારે હાલ તો સમગ્ર મામલે પાદરા પોલીસે હુમલો કરનાર 2 શખ્સ સામે નામજોગ અને અન્ય 3 શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story