વડોદરા : બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત હોવાનો AAP દ્વારા આક્ષેપ...

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે જેને લઈ આમ આદમી પાર્ટીએ હાથમાં પાણીની પોટલી લઈ વિરોધ નોંધાવ્યો હતો

New Update
વડોદરા : બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત હોવાનો AAP દ્વારા આક્ષેપ...

બોટાદના અનેક ગામોમાં લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાતા કેટલાક લોકોના દેશી દારૂ પીધા બાદ મૃત્યુ નીપજ્યાં છે, ત્યારે રાજ્ય સરકાર તેમજ પોલીસની કામગીરી સામે વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા વિવિધ શહેરમાં તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકાર તેમજ પોલીસની કામગીરી સામે વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી બહાર AAPના કાર્યકરોએ હાથમાં પાણીની પોટલી સાથે ધરણાં પ્રદર્શન કર્યા હતા. આ સાથે જ રાજ્યપાલ દ્વારા આ મામલે કડક પગલાં ભરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાય હતી.