Connect Gujarat
વડોદરા 

વડોદરા : સ્ત્રીઓની વિવિધ સંવેદનાઓને દર્શાવતી "અભિવ્યક્તિ" ચિત્ર પ્રદર્શનીને મળ્યો બહોળો પ્રતિસાદ...

કિર્તીમંદિર ખાતે તા. 28 એપ્રિલથી 1લી મે સુધી સ્ત્રીઓની વિવિધ સંવેદનાઓને દર્શાવતી "અભિવ્યક્તિ" ચિત્ર પ્રદર્શની વર્લ્ડ રેકોર્ડ ધારક મેઘના સોલંકી દ્વારા યોજવામાં આવી હતી.

X

વડોદરા શહેરના કિર્તીમંદિર ખાતે તા. 28 એપ્રિલથી 1લી મે સુધી સ્ત્રીઓની વિવિધ સંવેદનાઓને દર્શાવતી "અભિવ્યક્તિ" ચિત્ર પ્રદર્શની વર્લ્ડ રેકોર્ડ ધારક મેઘના સોલંકી દ્વારા યોજવામાં આવી હતી.

વડોદરા શહેરના કિર્તીમંદિર ખાતે તારીખ 28મી એપ્રિલથી તા. 1લી મે સુધી સ્ત્રીઓની અલગ અલગ સંવેદનાઓને દર્શાવતી "અભિવ્યક્તિ" આધારિત ચિત્ર પ્રદર્શની યોજવામાં આવી હતી. જેમાં સ્ત્રીઓની વિવિધ અભિવ્યક્તિ, તેઓની સંવેદના, ખુશી, લાગણી, માતૃત્વ, વિરતા અને પ્રેયષીના પ્રેમની અભિવ્યક્તિને દર્શાવવામાં આવી હતી. આ તમામ ચિત્રોને ગુજરાત રાજ્યના વિવિધ જગ્યાઓના જેવાં કે, સુરત, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ગોધરા તથા વડોદરાના 18 જેટલા આર્ટિસ્ટો દ્વારા લગભગ 85 જેટલાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબતે વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત એવા ફાઇન આર્ટ્સના કલાકાર અને આયોજક એવા મેઘના સોલંકી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Next Story