Connect Gujarat
વડોદરા 

વડોદરા: કપુરાઈ ચોકડી નજીક બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 4 મુસાફરના મોત-15 ઘાયલ

X

વડોદરા નજીક હાઇવે પર અકસ્માત

કપુરાઈ ચોકડી નજીક અકસ્માત સર્જાયો

લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત

4 મુસાફરના મોત, 15 ઇજાગ્રસ્ત

વડોદરા નજીક નેશનલ હાઇવે પર કપુરાઈ ચોકડી નજીક લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બસમાં સવાર 4 મુસાફરોના મોત નિપજ્યા હતા જ્યારે 15 મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

આજે મળસ્કે 3.30 કલાકે રાજસ્થાન ભીલાડથી સુરત તરફ જતી લક્ઝરી બસનો વડોદરાની કપુરાઈ ચોકડી નજીક ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઇવર સહિત ત્રણ મહિલાના ઘટના સ્થળ પર મોતની નિપજ્યા હતા જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે ઓવરટેક કરતાં સમયે ઘઉં ભરેલા ટ્રેલર સાથે પાછળથી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે ચાલક ટ્રેલર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પતરા કાપી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 15 લોકો હાલ સારવાર હેઠળ છે.

Next Story