વડોદરા : દરજીપુરા એરફોર્સ નજીક છકડો-કન્ટેનર વચ્ચે અકસ્માત, 10 લોકોને કાળ ભરખી ગયો…

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે આજે મંગળવારનો દિવસ વડોદરા માટે જાણે અમંગળ સાબિત થયો હોય

New Update
વડોદરા : દરજીપુરા એરફોર્સ નજીક છકડો-કન્ટેનર વચ્ચે અકસ્માત, 10 લોકોને કાળ ભરખી ગયો…

વડોદરા માટે આજે મંગળવાર જાણે કે, ગોઝારો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના દરજીપુરા એરફોર્સ નજીક છકડો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા દુર્ઘટનામાં 10 લોકોના મોત નીપજ્યાં હતા.

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે આજે મંગળવારનો દિવસ વડોદરા માટે જાણે અમંગળ સાબિત થયો હોય તેમ એક જ દિવસમાં શહેરમાં 2 ગંભીર અકસ્માત સર્જાયા હતા. જેમાં એક અકસ્માત શહેરના દરજીપુરા એરફોર્સ પાસે સર્જાયો હતો, જ્યાં છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 10 લોકોના છકડામાં દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતદેહોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories