/connect-gujarat/media/media_files/2025/12/05/life-imprisonment-2025-12-05-18-43-49.jpg)
વડોદરાના સાવલીમાં અજય ઠાકરડા નામના યુવકે પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી રાજુ ઠાકરડા નામના યુવક પર કાર ચઢાવી દઈને હત્યા કરી નાંખી હતી. 2021ના વર્ષમાં આરોપી અજય ઠાકરડાએ પોતાના જ ગામમાં રહેતા અશોક ઠાકરડા નામના યુવક સાથે તેની પત્નીને આડા સંબંધો હોવાનો વહેમ રાખીને હત્યા કરી હતી.
અજય ઠાકરડાએ રાજુ ઠાકરડાને વસનપુરા રોડ પર કાર ચઢાવીને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ટૂંકી સારવાર બાદ રાજુ ઠાકરડાનું મોત નિપજ્યું હતું. જેને લઈને સાવલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ સાવલી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી અજય ઠાકરડાને આજીવન કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો.