Connect Gujarat
વડોદરા 

વડોદરા: કોર્પોરેટર બાદ મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ વરસાદી કાંસમાં ઉતાર્યા,જુઓ શું છે મામલો

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વરસાદી કાંસની સફાઈ બાબતે વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે નોંધાવેલા વિરોધ બાદ મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ વરસાદી કાંસમાં ઉતર્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

X

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વરસાદી કાંસની સફાઈ બાબતે વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે નોંધાવેલા વિરોધ બાદ મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ વરસાદી કાંસમાં ઉતર્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ઉમા ચાર રસ્તા પાસે થોડા દિવસ અગાઉ કોર્પોરેશન દ્વારા સ્લેબ તોડીને વરસાદી કાંસની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કોર્પોરેશનના અધિકારીઓને પાણીનું લીકેજ મળ્યું ન હતું. તે દરમ્યાન વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આશિષ જોશીએ પોતે કાંસમાં 15 મીટર અંદર જઈને મુખ્ય લાઈનનું લિકેઝ શોધી કાઢ્યું હતું. આ બાદ વડોદરા મહાનગર પાલિકાનીબજેટની સભામાં આશિષ જોશીએ મેયર કેયૂર રોકડિયા ,સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને ભીંસમાં લીધા હતા જેના પગલે તંત્ર દોડતું થયું હતું અને બજેટ ની સભા બાદ મેયર,સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કાઉન્સિલર વરસાદી કાંસ પાસે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. વાત આટલેથી ન અટકતા મેયર કેયૂર રોકડિયા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ પણ વરસાદી કાંસમાં ઉતાર્યા હતા અને કેવી કામગીરી થઈ છે તેનો તાગ મેળવ્યો હતો

Next Story