Connect Gujarat
વડોદરા 

વડોદરા : રામ નવમીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નિર્વિઘ્ને રથયાત્રા નીકળે તે માટે પોલીસ તંત્ર સજ્જ

આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે.

X

આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે. આ સંબંધમાં વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘની આગેવાનીમાં બપોરના સમયે રિહર્સલ યોજાય હતી. આ દરમિયાન બંદોબસ્તની વ્યૂહ રચનાના પાસા ચકાસવામાં આવી હતી. રથયાત્રાના બંદોબસ્તમાં 7 ડીસીપી, 15 એસીપી, 25 પીઆઈ અને 50થી વધુ પીએસઆઈ સહિત 1500 જવાનો ખડેપગે તૈનાત રહેશે. એટલું જ નહિ, રથયાત્રા પૂર્વે રૂટ પર આવતા ઊંચા મકાન અને ઇમારતોના ધાબા પર ચેકિંગ માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, 600 જેટલા આરોપી પર સર્વેલન્સ ગોઠવી તેમની સામે અટકાયતી પગલાં પણ ભરાય રહ્યા છે.

Next Story