/connect-gujarat/media/post_banners/bcb44b27aecb2df6a740e760ba45d94cd6d2b21d1bfd7827c097ebc266700e93.jpg)
વડોદરા શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે,જ્યાં ન્યાય મંદિર વિસ્તારમાં ફેમસ સમોસા નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરના પાણીગેટ-છીપવાડના રહેણાક મકાનમાં ચાલતા ન્યૂ હુસૈની સમોસા સેન્ટરમાં ઝોન-4 LCB પોલીસની ટીમે ગત તા. 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથેના માવાવાળા સમોસા સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ન્યાય મંદિર વિસ્તારમાં SOG પોલીસ અને મનપા દ્વારા ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમોસા અને તેના માવાના સેમ્પલ મેળવી પૃત્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ સાથે જ દુકાનમાં ઉપલબ્ધ કેટલાક જથ્થાનો પણ તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.