Connect Gujarat
વડોદરા 

વડોદરા: પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ચિત્રકારી માટે નામાંકીત રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું પ્રદર્શન યોજાયું

ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે.

વડોદરા: પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ચિત્રકારી માટે નામાંકીત રાજકુમાર જતોલિયાની બેનમૂન ચિત્રકૃતીઓનું પ્રદર્શન યોજાયું
X

પ્રાચીન મંદિરો અને વન્ય જીવોની ફોટોગ્રાફી બહુધા થાય છે. પરંતુ ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે. તેઓની બેનમૂન ચિત્રકૃતિઓ હાલમાં યોજાનારા પ્રદર્શનમાં કલાપારખુ વડોદરાવાસીઓ જોઈ શકે છે. આ પ્રદર્શનમાં 30 જેટલી કલાકૃતિઓને દર્શાવી છે.


રાજકુમાર જતોલીયા વિશ્વ કક્ષાની કલા ધરોહરમાં સ્થાન પામેલા ખજુરાહોમાં પોતાનો આર્ટ સ્ટુડિયો ધરાવે છે અને છેલ્લા 17 વર્ષથી ખજુરાહોમાં રહીને ત્યાંના મંદિરો તેમજ મધ્યપ્રદેશ અને ભારતના ઘણા પ્રાચીન મંદિરોના પેન્ટિંગસ તેમણે બનાવ્યા છે. પોતે MFA એટલે માસ્ટર ઓફ ફાઇન આર્ટ્સ છે. ભારતીય વન્યજીવને પેઇન્ટિંગમાં ઉતારવામાં તેમની નિપુણતા છે. ભારતના ઘણાં રાજ્યોમાં તેમના એકલ - solo પ્રદર્શન થઈ ચૂક્યા છે. તેમના પેન્ટિંગસ દેશભરના પ્રતિષ્ઠિત લોકોના ઘરમાં અને સંગ્રહમાં જોવા મળે છે. આર્ટીસ્ટ રાજકુમાર કોફી પેન્ટિંગ, ચારકોલ પેન્ટિંગ, મેક્રો ઇન્કપેન વર્ક જેવા અનેક પ્રકારના પેન્ટિંગસ્ બનાવે છે. તેમની બહેતરીન ચિત્ર કૃતિઓ અને સર્જનોનું વડોદરા શહેરમાં પહેલીવાર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. જેને શહેરના જેતલપુર સ્થિત પી.એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે.

Next Story