વડોદરા : દારૂની લેરમછેલ સામે લોકોમાં પોલીસ વિરુદ્ધ આક્રોશનો ઉકળતો ચરૂ, સાવલીમાં દીવાલો પર લખાયા પોલીસ વિરુદ્ધ સૂત્રો.

વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે

New Update
વડોદરા : દારૂની લેરમછેલ સામે લોકોમાં પોલીસ વિરુદ્ધ આક્રોશનો ઉકળતો ચરૂ, સાવલીમાં દીવાલો પર લખાયા પોલીસ વિરુદ્ધ સૂત્રો.

વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે, ત્યારે તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો, જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે, ત્યારે રાત્રીના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.

વડોદરાના સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી છે. સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી, જન્મોત્રી હોસ્પિટલ, સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે, જ્યાં શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે. સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકળતો ચરું સામે આવ્યો છે, ત્યારે પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓને કેમ છાવરવામાં આવે છે તેવો લોકોના મનમાં પ્રશ્ન ઉભો થયો છે.

Latest Stories