Connect Gujarat
વડોદરા 

વડોદરા : વલણ ગામની ખાડી ઓવર-ફ્લો થતાં ચોમેર ફરી વળ્યું પાણી, ગ્રામજનોને ભારે હાલાકી...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો,

X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, જ્યારે ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળતાં ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાયા છે.

ગતરાત્રીના સમતે પાલેજ પંથકમાં ખાબકેલા ભારે વરસાદના પગલે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થઈ હતી. જેના કારણે વલણ ગામના પ્રવેશદ્વાર સુધી વરસાદી પાણી પહોંચી જતા ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાયા હતા. વલણ ગામમાં ચોમેર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ગ્રામજનો પણ કમર સમા પાણીમાં અવરજવર કરતા નજરે પડ્યા હતા. દર વર્ષે ચોમાસાની ઋતુમાં ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે હવે ગ્રામજનો દ્વારા ચોમાસામાં સર્જાતી વિકટ પરિસ્થિતિનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story