Connect Gujarat
વડોદરા 

વડોદરા: પાદરામાં બે જૂથ સામ-સામે આવી જતા તંગદિલી,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ

પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.

X

વડોદરામાં મંજુસર બાદ ગઈકાલે મોડીરાત્રે પાદરામાં મોડીરાત્રે તંગદીલી વ્યાપી ગઈ હતી. પાદરામાં બે જૂથ સામ-સામે આવી જતા ચકચાર મચી જવા પામી હતી વડોદરામાં મંજુસર બાદ ગઈકાલે મોડીરાત્રે પાદરામાં મોડીરાત્રે તંગદીલી વ્યાપી ગઈ હતી. પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડી દીધો હતો. પથ્થરમારો થયાની વાતને પોલીસે નકારી કાઢી હતી. જોકે, કેટલાક લોકો પાદરા પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા લગાવી કાર્યવાહીની માગ કરી હતી.

આ ઘટનામાં પોલીસે 13 તોફાનીના નામ જોગ સહિત 20ના સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી 22ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પાદરામાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતુ. જોકે, ગઈકાલે શુક્રવારે અંબાજી માતાના ચોક પાસે મોડીરાત્રે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આથી બંને જૂથના ટોળા એકઠાં થઈ ગયા હતા. પરિણામે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, મામલો ઉગ્ર બને તે પહેલાં પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બંને જૂથના ટોળાને સમજાવી છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ટોળા વિખૂટા પડ્યા ન હતા અને બંને જૂથના લોકોએ આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરીને વાતાવરણને ઉગ્ર બનાવી દીધું હતું.

Next Story