Connect Gujarat
વડોદરા 

વડોદરા : આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત માલુસરે પરિવારે કર્યું ગણેશ પંડાલનું ભવ્ય ડેકોરેશન...

સંસ્કારી નગરી વડોદરામાં ઠેર ઠેર ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે,

X

સંસ્કારી નગરી વડોદરામાં ઠેર ઠેર ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે શહેરમાં વસતા માલુસરે પરિવારે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ આધારિત અદ્ભુત શણગાર સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરી છે.

રાજ્યભરમાં તમામ તહેવારોની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમ્યાન વડોદરા શહેરના ઘણા પરિવારના ઘરે ગણેશજી પધાર્યા છે. જેમાં અલગ અલગ થીમ પર ડેકોટેશન કરવામાં આવ્યું છે. તહેવારોના સમયે વડોદરા શહેરનો માહોલ જ કંઈક અલગ જોવા મળતો હોય છે. જો વાત કરીએ તો, માંજલપુર વિસ્તારમાં રહેતો માલુસરે પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરે છે. દર વર્ષે વિવિધ થીમ અને ડેકોરેશનના માધ્યમથી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આ વર્ષે જ્યારે સમગ્ર દેશ 75મું આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે,

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં એક આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં તા. 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ સુધી દરેક દેશવાસી પોતાના ઘરે તિરંગો લગાવી આઝાદીના અમૃત મહોત્સવમાં પોતાનો ફાળો આપે, ત્યારે PM મોદીના ઉદ્દેશને ધ્યાનમાં લઈને આ વર્ષે માલુસરે પરિવારે હર ઘર તિરંગા અભિયાનનું ભવ્ય ડેકોરેશન કર્યું છે. આ ખાસ ડેકોરેશનમાં મહારાષ્ટ્રની ચાલી બતાવાય છે. આ ચાલીમાં અલગ અલગ કોમના લોકો એક સાથે હળીમળીને રહેતા હોય છે, અને તમામ તહેવારોની સાથે જ ઉજવણી કરતાં હોવાના દ્રશ્યો દર્શાવાનો પ્રયાસ કરાયો છે. છેલ્લા ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી એટલે કે, શ્રીજીની માટીની પ્રતિમાનું સ્થાપન કરી ઘરે જ વિસર્જન કરવામાં આવે છે, ત્યારે હાલ તો આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત કરાયેલ ડેકોરેશને લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું છે.વડોદરા : આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત માલુસરે પરિવારે કર્યું ગણેશ પંડાલનું ભવ્ય ડેકોરેશન...

Next Story