Connect Gujarat
વડોદરા 

વડોદરા : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોચ્યા વડોદરાની મુલાકાતે, શ્રીજીને અર્પણ કરાયું સોનાનું સિંહાસન....

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું હતું.

X

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું હતું.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાના શ્રીમંત એસ.વી.પી.સી ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને અંદાજે 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું સોનાનું સિંહાસન અર્પણ કર્યું હતુ. ત્યારે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેર મંચ પરથી ધાર્મક કાર્યક્રમો પર પથ્થરમારો કરનારા લોકો પર મોટું નિવેદન આપતા જણાવ્યુ હતું કે આ લોકો રાવણના ખાનદાનના લોકો છે, રાક્ષસ વૃત્તિના લોકો છે અને પથરાવ કરતા રહે છે. પરંતું હવે હિન્દુ જાગી રહ્યાં છે. હવે ભારતનો સનાતની જાગી રહ્યો છે. હવે દેશમાં આવા લોકોની ઠઠરી અને ગઠરી બંને બનશે. તેમણે વધુમાં જણાવ્યુ કે સનાતન ધર્મ ક્યારેય ખતરામાં ન હતો, માત્ર નિંદ્રાધીન હિન્દુ હતો. હવે તે જાગી ગયો છે. રામચરિત માનસને ફાડનાર લોકો આવનાર સમયમાં સનાતનીઓ ને આજ રીતે ફાડશે, માટે અત્યારે નહિ જાગો તો ભવિષ્યમાં તમારી પેઢી ખતરામાં આવી શકે છે.

Next Story